Uncategorized

ખારાઘોડા સીટ પર ભાજપની મદદથી કોંગ્રેસ જીતશે ?

ભાજપના દિગ્ગજ નેતાઓના છે નજીકના સગા પડદા પાછળ કરે છે મદદ ?

સુરેન્દ્રનગર જિલ્લાના  દસાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેવામાં કોંગ્રેસના ખારાઘોડા જિલ્લા પંચાયત અને ખારાઘોડા તાલુકા પંચાયતના ઉમેદવારોની જીત બાબતે વાતો વહેતા થઈ છે જેમાં આ બંને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓના સગા હોવાના કારણે ખારાઘોડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર જીતે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પડદા પાછળ હરાવવા માટે ભાગદોડ થતી હોવાની પણ વાતો વહેતી થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના ખારાઘોડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બંને ઉમેદવારોને હારનો સામનો કરવો પડશેનો ગણગણાટ થઈ રહ્યો છે પડદા પાછળ ભારતીય જનતા પાર્ટીના અમુક કદાવર નેતાઓના કારણે ખારાઘોડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી જીતે તો નવાઈ નહીં

વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા ભાજપના ઉમેદવારને  મદદરૂપ થયા હતા ?

વિધાનસભાની ચૂંટણી દરમિયાન દસાડા વિધાનસભા સીટના ભાજપના ઉમેદવારને કોંગ્રેસના કદાવર નેતા મદદરૂપ થયા હોય તેમ ચૂંટણી દરમિયાન પોતાના વિસ્તારમાં નિષ્ક્રિય થયા હોવાનું માનવામાં આવે છે જેથી ખારાઘોડા જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ મથામણ કરતા હોવાની પણ ચર્ચા છે

 

 

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!