Uncategorized

પાટડી હોસ્પિટલ ખાતે નગરપાલિકાના સદસ્ય રમીલાબેન મકવાણાએ મુલાકાત લીધી 

સરકાર દ્વારા મળતા તમામ લાભો દર્દીઓને આપવા તથા ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા ચર્ચા કરાઈ 

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવેલ છે જેમાં ડાયાલિસિસ વિભાગમાં રણકાંઠાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેવામાં સરકાર દ્વારા મળતી વિવિધ સુવિધાઓ અને લાભો બાબતે પાટડી નગરપાલિકાના બિનહરીફ ચૂંટાયેલ સદસ્ય રમીલાબેન મકવાણા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને સરકાર દ્વારા મળતા લાભો દર્દીઓને આપવામાં આવે છે કે નહીં ? તેની ચકાસણી પણ કરવામાં આવી હતી આ ઉપરાંત પાટડી હોસ્પિટલના મુખ્ય ડોક્ટર શ્યામલાલ સાથે પણ બેઠક કરાઈ હતી જેમાં અમુક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનું સામે આવતા ડોક્ટર પાસે કારણો જાણવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા મળતા લાભો સીધા દર્દીઓને મળે તેના માટે કાર્યવાહી કરવામાં આવે તેવી મૌખિક રજૂઆત કરાઈ હતી મહત્વનું છે કે ડાયાલિસિસ વિભાગમાં આવતા દર્દીઓને રૂપિયા ૩૦૦ ભાડા પેટે આપવામાં આવે છે જે સીધા દર્દીના ખાતામાં જમા થાય છે આ ઉપરાંત અન્ય હોસ્પિટલમાં જમવાની તથા નાસ્તો આપવાની પણ સુવિધા છે પાટડી હોસ્પિટલે તે સુવિધા ઉપલબ્ધ નથી જેથી સુવિધા ઉપલબ્ધ થાય તેના માટે ડોક્ટર સાથે પાટડી નગરપાલિકાના સદસ્ય રમીલાબેન મકવાણા દ્વારા બેઠક કરી અને દર્દીઓને લાભ મળે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!