Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ પાછુ ખેંચનાર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે કાર્યવાહીના એંધાણ 

ચૂંટણી બાદ સસ્પેન્ડ કરે તેવી શક્યતા 

ગુજરાત ભરમા ઉમેદવારી ફોર્મ ભરનાર અનેક પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં ઉમેદવારે ફોર્મ પરત ખેંચી પક્ષ વિરુદ્ધનું કાર્ય કરી ભારતીય જનતા પાર્ટીના અમુક ઉમેદવારોને બિન હરીફ જીત અપાવી છે તેમને પક્ષ દ્વારા કાયમી માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજી સુધી કોઈને કાયમી સસ્પેન્ડ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે ઉમેદવારો કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને પક્ષ વિરુદ્ધ જઈ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી તથા એન કેન રીતે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવનાર કાર્યકરો,હોદ્દેદારોને ચૂંટણી બાદ કાયમી સસ્પેન્ડ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે હાલ ચૂંટણી દરમિયાન જો આવા ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવે તો ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કોંગ્રેસના કાર્યકરો હજી સુધી બીજા પક્ષમાં જોડાયા નથી જેથી જો અત્યારે સસ્પેન્ડ કરવામાં આવે તો અન્ય પક્ષમાં જોડાઈ શકે છે અને ભાજપને વધુ ફાયદો અપાવી શકે છે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લીધા છે તેમના વિરુદ્ધ વ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ક્યારે ? કાર્યવાહી કરવામાં આવે છે તે જોવુ રહ્યું

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!