દસાડા તાલુકામાં નાડોદા રાજપૂત સમાજને ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની એક પણ ટિકિટ ન મળી
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ દસાડા નાડોદા રાજપૂત સમાજને જિલ્લામાં પણ ન મોકલ્યા
દસાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે કારણ કે ટિકિટો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે લાગતા વળગતા અને જે ક્યારે પાર્ટીમાં ડોકિયુ કરવા પણ ન આવ્યા હોય તેવા વધુ ભાગના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે દસાડા તાલુકામાં રાજકારણમાં નવો વળાંક આવે તેવો માહોલ સર્જાયો છે સૌથી વધુ નાડોદા રાજપૂત સમાજમાં પણ રોષની લાગણી પ્રસરી છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે દસાડા તાલુકામાંથી એક પણ નાડોદા સમાજના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી દસાડા તાલુકામાં પાંચ જિલ્લા પંચાયતની સીટ આવેલી છે છતાં એક પણ નાડોદા રાજપૂત સમાજને ન ફાળવતા અંદરખાને રોષની ભભૂકી ઉઠયો છે ઝિંઝુવાડા,વણોદ અને સવલાશ સીટ પર નાડોદા રાજપૂત સમાજ પ્રભુત્વ ધરાવે છે તથા શિક્ષિત અને રાજકારણમાં એક્ટિવ સમાજ હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સ્થાન ન મળતા યુવાનોમાં પણ રોષ જોવા મળ્યો છે જો કે તાલુકામાં ટિકિટો ફાળવવામાં આવી છે પરંતુ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કરી શકે તેવા પણ નાડોદા રાજપૂત સમાજના આગેવાનો તથા નવ યુવાનો દસાડા તાલુકામાં છે છતાં તેમને જિલ્લાના રાજકારણમાં પણ એન્ટ્રી ન મળતા હાલ માહોલ ગરમાયો છે જેથી સવલાશ, ઝીંઝુવાડા અને વણોદ સીટ પર ભારતીય જનતા પાર્ટીને મોટુ નુકસાન થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે


