તારીખ ૧૨/૦૧/૨૦૨૬ ના રોજ ગાંધીનગર સેક્ટર ૩ ન્યુ, મા આવેલ આંગણવાડી માં ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી ગૌતમભાઈ ગેડીયા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં, અનુ,જાતિ મોરચાના પ્રદેશ સોશ્યલ મીડિયા વિભાગ ના સદસ્યો દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગ, ફિરકી અને ચીકીની કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી હતી.

આ અવસરે પ્રદેશ અનુ,જાતિ મોરચાની સોશિયલ મીડિયા ટીમના સભ્યો દ્વારા ગૌતમભાઈ ગેડીયા સાહેબનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
