પાટડીના વિવાદિત કોન્સ્ટેબલની બદલી
૩૫ હજારના તોડકાંડમાં નામ ઉછાળ્યા બાદ ? અચાનક સિંગલ ઓર્ડરથી પાટડીથી નાની મોલડી બદલી
કથિત તોડકાંડમાં ત્રિપુટી સામેલ ? એક જ વિરુદ્ધ કાર્યવાહી ?
જો આમ જ ચાલશે તો નજીકના દિવસોમાં ACB થવાની શક્યતા
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ અને તોડ કાંડ ડામવા માટે જિલ્લા પોલીસવડા IPS પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ થાણા અમલદારોને કડક સુચના આપી દેવામાં આવી છે જેના અનુસંધાને પાટડી પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર બી.સી.છત્રાલિયા દ્વારા સ્ટાફને સૂચના અપાઈ છે છતાં અમુક પોલીસ સ્ટાફ પોતાના ખિસ્સા ગરમ કરવા અંદરખાને તોડ કરતાં હોવાનું વાત કાને આવી હતી ? જેમાં પાટડીના વેલનાથ નગરમાં ચાઈનીઝ દોરી જેવા જથ્થા સાથે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ પણ ૩૫ હજારનો તોડ કર્યો હોવાની ચર્ચાઓ સામે આવતા શંકાસ્પદ પાટડી પોલીસ મથક બીટના કોન્સ્ટેબલને પાટડી બીટમાંથી હટાવી જેલગાર્ડ ડ્યુટી ફાળવવામાં આવી હતી ત્યારબાદ ઓચિંતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા સિંગલ ઓર્ડરથી આ વિવાદિત કોન્સ્ટેબલ દિપક જયંતીભાઈની ચોટીલાના નાની મોલડી ખાતે બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે પરંતુ કથિત તોડકાંડમાં ત્રિપુટી સામેલ હોવાની પણ વાતો વહેતી થઈ છે અને માત્ર એક કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી થતા ફરી પાટડીની એના એ જ સ્થિતિ રહેશે તેમ જાગૃતજનો માની રહ્યા છે જો આવી જ રીતે ચાલશે તો પાટડીમાં નજીકના દિવસોમાં ACBનો સહારો લેવામાં આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસવડા IPS પ્રેમસુખ ડેલુ જરાય પણ ખોટુ ચલાવી લે તેમ નથી જેથી નાગરિકોમાં પણ હર્ષની લાગણી પ્રસરી છે

