અમદાવાદ
*અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેનેજમેન્ટથી લઈને પોલીસ-બોમ્બ સ્ક્વોડ ટીમ સતર્ક*
અમદાવાદ
અમદાવાદની 12 સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે. જેને લઈને સ્કૂલ મેનેજમેન્ટ સતર્ક છે. ધમકીના પગલે બાળકોને રજા આપી દેવામાં આવી. વેજલપુરની ઝાયડસ સ્કૂલ,અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ અને ગુરુકુળ વિસ્તારની મહારાજા અગ્રસેન સ્કૂલમાં બાળકોને વહેલા છોડી મૂકવામાં આવ્યા. વાલીઓને મેસેજ કરીને પોતાના બાળકોને લઈ જવા માટે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
*આ સ્કૂલોને મળ્યો ધમકીભર્યો મેઇલ*
1, ઝેબર સ્કૂલ, થલતેજ
2, મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
3, DAV ઈન્ટરનેશલ, મકરબા
4, નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
5, ઝાયડસ સ્કૂલ, વેજલપુર
6, CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
7, આવિષ્કાર સ્કૂલ, કલોલ
8, જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર
9, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર
10, ઉદગમ સ્કૂલ, થલતેજ
11, DPS, બોપલ
12, તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ



