સુરેન્દ્રનગરના ખારાઘોડા સહિત ૧૦ ગામોમા ૫૦૦ કિલો મિઠાઈ નિઃશુલ્ક વિતરણ કરાયુ
૧૦ ગામની સગર્ભા અને ઓડુમાં ૨૭૫ દીકરીઓને તહેવારમાં ભેટ

અમેરિકાના દાતા અને સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા ઉમદા કાર્ય
૧૦ ગામની સગર્ભા અને ઓડુમાં ૨૭૫ દીકરીઓને તહેવારમાં ભેટ

રાજ્યમાં તહેવારનો રંગ જામ્યો છે લોકો દિવાળીના પર્વમાં મીઠાઈ અને કપડાં લઈ ઉલ્લાસભેર ઉજવણી કરતા હોય છે તેવામાં કચ્છના નાના રણ વિસ્તાર આસપાસના ગામોમાં પેટુયુ રળવુ પણ મુશ્કેલ હોય છે ત્યારે તહેવારોમાં મોંઘવારીનો માર કપડા અને મીઠાઈ ખરીદવા માટે પણ ચિંતિત બનાવે છે જેને ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણકાંઠાના ખારાઘોડા,ઓડુ, મીઠા ગોઢા સહિતના ૧૦ ગામમાં સ્વૈચ્છિક સંસ્થા અને અમેરિકાના દાતાઓ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ૫૦૦ કિલો મિઠાઈ અને કપડા, વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉમદા કાર્યને લોકોએ બિરદાવ્યુ છે

કચ્છના નાના રણની કાંધીએ આવેલ ખારાઘોડા વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સગર્ભાઓને પોષણ આહાર કીટ વિતરણ કરવામાં આવે છે આ વિસ્તારમાં કુપોષિત બાળકોનો જન્મ વધારે થાય છે એટલા માટે સગર્ભા બહેનોને આરોગ્યપ્રદ આહાર કીટ વિતરણ કરવામાં આવે છે હાલ દિવાળી પર્વ નિમિત્તે સગર્ભા સ્ત્રીઓનો સ્નેહમિલન સમારોહ ખારાઘોડા ખાતે યોજવામાં આવ્યો હતો અને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી ૫૦૦ કિલો મીઠાઈ અને કપડા ખારાઘોડા સહિત ૧૦ ગામોમાં વિતરણ કરાયા છે ખારાઘોડા આસપાસ મીઠા ઉત્પાદન સાથે સંકળાયેલા ભાગે લોકો વસવાટ કરે છે પોષણ સમ આહાર ન મળવાના કારણે માતા અને બાળકનો મૃત્યુદર પણ વધુ રહેતો હતો જેને ધ્યાનમાં રાખીને ‘સ્વપ્ન’ પ્રોજેક્ટ હેઠળ પોષણ સમ આહાર કીટનું વિતરણ કરવામાં આવે છે આ વિસ્તારનું એવું સપનું છે કે મા વિનાનું બાળક ન રહે અને બાળક વિનાની માં ન થાય એટલે કે સગર્ભાનુ મૃત્યુ ન થાય અને કુપોષિત બાળક ન જન્મે તેવી આશાઓ આ વિસ્તારના લોકો રાખી રહ્યા છે જે સ્વપ્ન સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી છે તેમ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક અંબુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યો હતુ
ચેરીટેબલ ટ્રસ્ટ અને અમેરિકાના દાતાઓ તથા સ્થાનિક સ્વયંસેવકના આ ઉમદા કાર્યથી મહિલાઓ તંદુરસ્ત બને છે અને કુપોષિત બાળકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે તથા દિવાળી પર્વમાં મીઠાઈ અને કપડાનું વિતરણ કરવામાં આવતા રણકાંઠા વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી
