રાજકોટ

8મી ઑગષ્ટ, 2025 (શુક્રવાર) – “રક્ષાબંધન-2025′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા રાજકોટમાં ઉજવણી કાર્યક્રમ યોજાયો…”

રાજકોટ

 

‘સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા 8મી ઑગષ્ટ, 2025 (શુક્રવાર)ના રોજ ‘રક્ષાબંધન-2025’ પર્વ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ.
જેમાં રક્ષાબંધન પર્વ 9મી ઓગસ્ટે હોવાથી તારીખ 08-08-2025 (શુક્રવાર)નાં રોજ રાજકોટના પોલીસ સ્ટેશનો-મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવણી કાર્યક્રમ મનાવવામાં આવ્યો. જેમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે “એક ભાઈ દ્વારા એક બહેનને રાખડી બાંઘીને એક અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવવમાં આવ્યો.” આ ઉપરાંત વર્કિંગ વુમનને પોતાના ઘરની જવાબદારી સાથે દેશના GDPમાં યોગદાન આપવા બદલ સર્ટિફિકેટથી પણ બહુમાન-સન્માનિત કરવામાં આવ્યા.

‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થાના આ “અનોખો રક્ષાબંધન કાર્યક્રમ” કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ-સમાજમાં દરેક વર્ગમાં એકબીજા સાથે સૌહાદપૂર્ણ અને સમાનતાનું બંધન જળવાઈ રહે તે હેતુસરનો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ઘણા સ્વયમ-સેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના આ રક્ષાબંધન કાર્યક્રમમાં બહેનો તરફથી અભૂતપૂર્વ સાથ-સહકાર મળ્યો છે તે બદલ સંસ્થા તેમનો હૃદયથી આભાર માને છે….

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!