મૈનચેસ્ટર ટેસ્ટમાં ગિલ પાસે 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક, પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરને પાછળ છોડી દેશે

India-England Test Match Series : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 જુલાઈએ રમાવાની છે. આ મેચમાં ભારતીય સુકાની શુભમન ગીલને 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક છે. ગિલ પાસે ઈંગ્લેન્ડ ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર એશિયાઈ બેટર બનવાની તક છે. મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે 2-1થી લીડ મેળીવ લીધી છે, તેથી ભારતીય ટીમ ચોથી ટેસ્ટ જીતી બરાબરી કરવા માટેનો પ્રયાસ કરશે.
ગિલનું શાનદાર ફોર્મમાં
શુભમન ગિલ (Shubman Gill) હાલ શાનદાર ફોર્મમાં છે. તેને અનેક રેકોર્ડ તોડવાની સોનેરી તક મલી છે. હાલ ઈંગ્લેન્ડની ધરતી પર એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો એશિયાઈ બેટરનો રેકોર્ડ પાકિસ્તાની બેટર મોહમ્મદ યુસુફના નામે છે. વર્ષ 2006માં પાકિસ્તાન ઈંગ્લેન્ડમાં રમવાઈ ગઈ હતી, જ્યાં યુસુફે 90.41ની સરેરાશથી 631 રન નોંધાવ્યા હતા, ત્યારે ગિલ આ મામલે માત્ર 25 રન દૂર છે. ગિલે ઈંગ્લેન્ડ વિરુદ્ધની વર્તમાન ટેસ્ટ મેચમાં 101.16ની સરેરાશથી 607 રન નોંધાવ્યા છે, જેમાં બર્મિધમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 269 રન સામેલ છે.
ઈંગ્લેન્ડની ધરતી પર એશિયામાંથી સૌથી વધુ રન નોંધાવનારની યાદીમાં ભારતના ચાર બેટર
- 2006 – મોહમ્મદ યુસુફ (પાકિસ્તાન) – ચાર મેચમાં 631 રન
- 2025 – શુભમન ગિલ (ભારત) – ત્રણ મેચમાં 607 રન
- 2002 – રાહુલ દ્રવિડ (ભારત) – ચાર મેચમાં 602 રન
- 2018 – વિરાટ કોહલી (ભારત) – પાંચ મેચમાં 593 રન
- 1979 – સુનીલ ગાવસ્કર (ભારત) – ચાર મેચમાં 542 રન
- 1992 – સલીમ મલિક (પાકિસ્તાન) – પાંચ મેચમાં 488 રન
23 જુલાઈએ ચોથી ટેસ્ટ મેચ
પાંચ ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો, તો બીજી ટેસ્ટ મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. ગિલે પ્રથમ બે મેચમાં શાનદાર મેચ રમી હતી, જોકે લૉર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં તે નિષ્ફળ ગયો હતો. ત્રીજી ટેસ્ટમાં ભારતનો 22 રને પરાજનો સામનો કરવો પડ્યો હતો. આગામી ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈએ શરૂ થવાની છે. ત્યારબાદ પાંચ અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈએ શરૂ થવાની છે.