અમદાવાદ
અમદાવાદ: બિલ્ડિંગના 14માં માળે લાગી આગ, મોકડ્રીલમાં આપેલી જાણકારીથી મોટી દુર્ઘટના ટળી
અમદાવાદ

અમદાવાદ: શહેરમાં સનાથલ સર્કલ નજીક આવેલા ઓર્ચિડ હેવન બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બપોરના સમયે E 3 બ્લોકના 14માં માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલાં જ સ્થાનિકોએ ફ્લેટમાં લગાવેલી ફાયર સિસ્ટમથી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
બીજી બાજુ, તમામ લોકો સુરક્ષિત રીતે નીચે ઉતર્યા હતા. જેથી સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. બીજી બાજુ, સ્થળ પર પહોંચી ફાયરની ટીમે આગનું કારણ શોધવા તપાસ હાથ ધરી હતી. જેમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગવાનો બનાવ બન્યો છે. ફ્લેટના સેક્રેટરીનું કહેવું છે કે કેટલાક દિવસો અગાઉ અહીં ફાયર બ્રિગેડની ટીમ આવી હતી અને મોકડ્રીલ કરીને જ્યારે પણ આગ લાગે ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે અંગે લોકોને જાણકારી આપી હતી. એટલા માટે જ આજે આગ પર ત્વરિત કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.