
Junagadh Bridge Collapsed : વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને હજુ તો થોડાક જ દિવસો થયા છે ત્યાં હવે જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નહોતી. આ બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો. જોકે આ ઘટના વખતે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા.
માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે: કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ
સ્લેબ ઉતારતી વખતે એક ભાગ નીચે પડ્યો છે એક પણ ને ઈજા નથી
જુનાગઢ જિલ્લામાં જર્જરીત પુલોના નિરીક્ષણ બાદ ત્વરિત કામગીરી થઈ રહી છે-કલેકટર અનિલ કુમાર રાણાવસિયા
કલેકટર અને કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ ની ટીમ માંગરોળ તેમજ અન્ય પુલ ના નિરીક્ષણ માટે સ્થળ પર જવા રવાના
જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા છે. આ પુલોમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.
કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે.
કલેકટર એ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલ નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.
બ્રિજ પહેલાથી જર્જિરત હતો : ધારાસભ્ય
આ મામલે ધારાસભ્યનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું. આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતા.