હિમાચલ પ્રદેશ

હિમાચલમાં મેઘતાંડવ બાદ ફરી ઍલર્ટ… વરસાદી આફતમાં 63ના મોત, અનેક લોકો ગુમ, 400 કરોડનું નુકસાન

હિમાચલ પ્રદેશ

Himachal Pradesh IMD Rain Forecast : મેઘરાજાએ હિમાચલમાં ભયાનક તબાહી સર્જી રોડ, રસ્તા, મકાનો બધું જ વેરવિખેર કરી નાખ્યું છે. સૌથી વધુ મેઘતાંડવનો સામનો કરનારા કાંગડા, મંડી, ચંબા અને શિમલામાં પૂર સહિત ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે, જેમાં અત્યાર સુધીમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ મંડી જિલ્લામાં જાનહાની સર્જાઈ છે, જ્યાં 17 લોકોના મોત અને 40થી વધુ લોકો ગુમ થઈ ગયા છે. જ્યારથી મેઘતાંડવ સર્જાયું, ત્યારથી અનેક લોકોને બચાવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જોકે સતત વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો ઊભી થઈ રહી છે.

હિમાચલ પર વધુ આફતના એંધાણ

ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ સાથે અનેક પુલો પણ પાણીમાં વહી ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિમાચલમાં હજુ પણ મેઘતાંડવ ખતમ થવાની સંભાવના દેખાતી નથી. રાજ્યમાં વધુ આફતના એંધાણ જોવા મળી રહ્યા હોય, તેમ હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં સાત જુલાઈ સુધી ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે કહ્યું કે, હિમાચલ પર આવી ચઢેલી કુદરતી આફતના કારણે ઓછામાં ઓછા 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!