ભાવનગર
મોરારી બાપુના ધર્મપત્નીએ તલગાજરડાના નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ, છવાઇ શોકની લાગણી
મોરારી બાપુના ધર્મપત્નીએ તલગાજરડાના નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ,

રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું નિધન થયું છે. મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.કથાકાર મોરારીબાપુના લગ્ન નર્મદાબેન સાથે વણોટ ગામે થયા હતા. આ તરફ આજે તેમના નિધન બાદ તેમની અંતિમવિધિ સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.