ગુજરાત
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આવ્યો ભૂંકપનો જોરદાર આંચકો, આટલી રહી તીવ્રતા
જુનાગઢ જિલ્લામાં ભૂંકપનો આચકો અનુભવાયો છે

ગીરના બોર્ડર વિસ્તાર જલંધર ગીર, દેવગામ ગીર, તરસિંગડા, માતર, વાણિયા, ભાખરવડ, આંબલગઢ, અમરાપુર સહિતના અનેક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જુનાગઢ જિલ્લામાં ભૂંકપનો આચકો અનુભવાયો છે. માળીયાહાટીના તાલુકાના ગીર બોર્ડરના ગામોમાં ધરતીકંપ આવ્યો છે. ભૂંકપનું કેન્દ્રબિંદુ તાલાલા નોધાયું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 3.5ની તીવ્રતા નોધાઈ છે ગીરની બોર્ડર પર જલંધર ગીર, દેવગામ ગીર, તરસિંગડા, માતર, વાણિયા, ભાખરવડ, આંબલગઢ, અમરાપુર સહિતના અનેક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમુક ગામડાઓમાં ધરતીકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.