બેંગાલુરુ : રોયલ ચેલેન્જ બેંગ્લુરુની વિક્ટરી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક અચાનક ભાગદોડ મચતા ૧૧ના કચડાઈના કચડાઈને મોત થયા છે અને ૫૦ જેટલા લોકો ઇજા પામ્યા છે. સ્ટેડિયમની બહાર આરસીબીના કેટલાય પ્રશંસક બેહોશ થઈ ગયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ભેગા કરવા એમ્બ્યુલન્સ મોકલવામાં આવી અને કેટલાય લોકોએ એકબીજાની મદદ કરી. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે માંડ ૩૫થી ૪૦ હજારની ક્ષમતા ધરાવતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેથી ત્રણ લાખ લોકો આવી ગયા હતા. અમને કલ્પના પણ ન હતી કે આટલી ભીડ આવી શકે. હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને ભીડ નિરંકુશ થતાં આ ઘટના બની હતી. ઇજાગ્રસ્તોમાં કેટલાયની હાલત ગંભીર છે.
Check Also
Close
-
કુશીનગરઃ પીએમના કાર્યક્રમને લઈને પ્રશાસન એલર્ટAugust 30, 2023