તારક મહેતા શો પર ચાલુ પાંડેએ મૌન તોડ્યું, કહ્યું-મારા જીવનનો એક…
તારક મહેતા શો પર ચાલુ પાંડેએ મૌન તોડ્યું, કહ્યું-મારા જીવનનો એક...

તારક મહેતાના કા ઉલટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે જેના દરેક સ્ટાર્સ આજે ઘર-ઘરમાં ખૂબ જ ફેમસ બન્યા છે. ત્યારે તારક મહેતામાં ઇન્સ્પેક્ટર ચાલુ પાંડેનું પાત્ર ભજવનાર અભિનેતા ચર્ચામાં આવ્યા છે. અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં તારક મહેતા શોમાં કામ કરવાનો અનુભવ જણાવ્યો છે. તમણે જણાવ્યું છે કે, આ શો તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.
તારક મહેતા પર ઇન્સ્પેક્ટર ચાલુ પાંડેએ કરી આ વાત
સબ સોનીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેન ફોલોઈંગ 17 વર્ષ પછી પણ અકબંધ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા શંકરનું પાત્ર ખૂબ જ રમુજી છે. ઇન્સ્પેક્ટર ચાલુ પાંડેએ કહ્યું હતું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માત્ર એક શો નથી તે મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. હું આ વાત શોના નિર્માતા અસિત કુમાર મોદી પાસેથી કોઈ અપેક્ષા રાખવા માટે નથી કહી રહ્યો. દયા શંકરે કહ્યું હતું કે, મારો તેમની સાથે જૂનો સબંધ છે એટલે 1986થી, જ્યારે અમે કોલેજમાં હતા અને તે મારા સિનિયર હતા. ત્યારથી હું તેમના સંપર્કમાં છું. હું કહેવા માંગુ છું કે તે ખૂબ જ સારા કલાકાર છે. તેમણે અભિનયથી પોતાને દૂર રાખ્યા છે અને તેઓ ખરેખર પ્રતિભાશાળી હતા. તેથી તેમણે ઘણી આંતર-કોલેજ નાટક સ્પર્ધાઓમાં પુરસ્કારો જીત્યો હતો.
17 વર્ષથી ચાલે છે તારક મહેતા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં અનેક વિવાદો થયા છતાં પણ તે આજે દર્શકોના દિલમાં સ્થાન ધરાવે છે. દયાબેન ગયા પછી શોની મજા થોડી ફિક્કી છતાં પણ લોકો શોને જોવાનું પસંદ કરે છે. તારક મહેતા શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. સાથે જ શોમાં દયાબેન ફરી એન્ટ્રી કરશે આવી અનેકવાર માહિતી સામે આવી છતાં પણ હજી શોનાં નિર્માતા અસિત કુમાર મોદી દયાભાભીને લાવી શક્યા નથી.