સુરેન્દ્રનગર જિલ્લા સહિત તમામ જિલ્લામા ફોરેસ્ટ વિભાગના આરએફઓ,વન રક્ષક,વન પાલ વર્ષોથી એક જ સ્થળે ફરજ પર છતાં બદલી ખોરંભે
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા સહિત તમામ જિલ્લામા ફોરેસ્ટ વિભાગના આરએફઓ,વન રક્ષક,વન પાલ વર્ષોથી એક જ સ્થળે ફરજ પર છતાં બદલી ખોરંભે
બે દિવસ પહેલા જ IFS,GFSની થઈ બદલી,RFO,બીટ ગાર્ડ વનપાલ ૩ થી ૫ વર્ષથી એક, સ્થળે છે ફરજ પર છતાં નથી થઈ રહી બદલી
સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકા સહિત લાંબા સમયથી વન વિભાગના કર્મીઓ છેલ્લા ત્રણથી પાંચ વર્ષ થી ફરજ બજાવી રહ્યા છે લાંબો સમય વિતવા છતાં વન વિભાગના વર્ગ-૦૩ અને વર્ગ-૦૨ના કર્મચારીઓની બદલી કરવામાં આવી નથી મહત્વનું છે કે બે દિવસ અગાઉ વન વિભાગના ડીસીએફની (ક્લાસ-૦૧) ઓફિસરની બદલી કરવામાં આવી છે જેમાં IFS (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) GFS (ગુજરાત ફોરેસ્ટ સર્વિસ)નો સમાવેશ થયો છે જ્યારે વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા RFO,બીટ ગાર્ડ,વનપાલની બદલી કરવામાં આવી નથી વધુભાગના ત્રણ વર્ષ કે પાંચ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા છે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે તેવામાં ફરી બદલી ખોરંભે ચડી હોય તેવી ચર્ચાઓ જાગી છે વધુ ભાગે ચૂંટણી પહેલા ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા હોય તેવા કર્મીઓની બદલી કરી દેવાતી હોય છે પરંતુ વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મીઓ અને વન વિભાગના અધિકારીઓની બદલી ક્યારે થશે તે જોવું રહ્યું