
ગુજરાત પોલીસમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં વધુ એક વખત કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત પોલીસમાં DYSP તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓને SP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા આ પ્રમોશનને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે.

આ 17 DYSPને મળ્યું પ્રમોશન
- પી.જી.ધારૈયા
- શશીભુષણ કેશવપ્રસાદ શાહ
- વિજયપાલસિંહ રામજીલાલ યાદવ
- પરાગ પી.વ્યાસ
- બી.એચ.ચાવડા
- એસ.એસ.રઘુવંશી
- કે.ટી.કામરીયા
- પી.ડી.મણવર
- પી.જી.જાડેજા
- પી.એચ.ભેંસાણીયા
- ડી.એચ.દેસાઈ
- એચ.એ.રાઠોડ
- અજિતકુમાર એમ. પરમાર
- એમ.જે.સોલંકી
- બી.સી.ઠક્કર
- એસ.જી.પાટીલ
- એ.એમ.સૈયદ
રાજ્યમાં કાયદો વ્યવસ્થા અસરકારક બનાવવા લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે આ બઢતી ગુજરાત પોલીસની આંતરિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે કરવામાં આવી છે અને પોલીસ વિભાગનો આ એક રૂટિન ભાગ છે, આ પ્રકારના પગલા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવતા હોય છે. આવા નિર્ણયો અધિકારીઓને પ્રોત્સાહન આપવાની સાથે નવી જવાબદારીઓ નિભાવવા માટે પ્રેરણા પણ આપે છે. ગૃહ વિભાગનું આ પગલું રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.