અમદાવાદ
અમદાવાદમાં ધોની ફિવર, સ્ટેડિયમ યેલો જર્સીથી ભરાઈ ગયું:ગુજરાતના બોલર્સ ભીષણ ગર્મીમાં કંટાળ્યા, CSKના બેટર્સનો દમદાર બેટિંગ
અમદાવાદમાં ધોની ફિવર
અમદાવાદમાં ધોની ફિવર, સ્ટેડિયમ યેલો જર્સીથી ભરાઈ ગયું:ગુજરાતના બોલર્સ ભીષણ ગર્મીમાં કંટાળ્યા, CSKના બેટર્સનો દમદાર બેટિંગ IPL 2025નું આજે ફાઈનલ ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે. દિવસની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ચેન્નઈએ ટૉસ જીતીને બેટિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. CSKએ રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ દીપક હુડાને તક આપી છે. જ્યારે GTએ કાગિસો રબાડાની જગ્યાએ ગેરાલ્ડ કોત્ઝીને સ્થાન આપ્યું છે.
ચેન્ઈ તરફથી ડેવોન કોનવે અને ઉર્વિલ પટેલ ક્રિઝ પર છે.