સોમનાથના દરિયામાં કરંટથી મહાકાય મોજા ઉછળ્યાં : ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અહીંયા વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા પ્રાચી તીર્થ સ્થાને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. પ્રાચી તીર્થની સાથે ધંટીયા, ટીંબડી અને અરણેજમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સાથે જ કાંટાળા ભુવાવડા સહિતના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદે ધડબડાટી બોલાવી હતી. ભારે પવન સાથે વરસાદ પડતા અહીંયા લોકોને ભારે નુકસાન થયું છે.