ત્રણેય વિભાગના ઈજનેર સહીતના અધિકારીઓ સાથે રહ્યા હતા
ચોમાસા બાદ જામનગરમાં રોડ-રસ્તા, પુલ, જર્જરિત ઇમારતો અંગેની વિશેષ માહિતી મેળવી હતી. સચિવ દ્વારા જિલ્લામાં કેટલા બ્રિજ છે હાલ શું સ્થિતિ છે તેનો સ્થળ પર પહોંચી ચિતાર મેળવ્યો હતો. પ્રભારી સચિવે જામનગર જિલ્લાની મુલાકાત બાદ જામનગર કલેકટર કચેરી ખાતે લગત વિભાગ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી અને તમામ લગત વિભાગો પાસેથી કામગીરી અંગે માહિતી મેળવીને અધિકારીઓને સૂચના આપી હતી. આ સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ સરકારને મોકલી જરૂરુ કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ અનુપમ આનંદ સાથે કલેકટર કેતન ઠક્કર, કમિશ્નર દિનેશ મોદી, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, માર્ગ મકાન જિલ્લા પંચાયત અને જામનગર મહાનગર પાલિકા એમ ત્રણેય વિભાગના ઈજનેર સહીતના અધિકારીઓ સાથે રહ્યા હતા.