Uncategorizedસુરેન્દ્રનગર

પાટડી નગરપાલિકા વોર્ડ નંબર-૦૪ના પૂર્વ સદસ્ય અનામત બેઠક વોર્ડ-૦૫થી ઉમેદવારી નોંધાવી

પાંચ વર્ષ દરમિયાન કથિત રિવરફ્રન્ટનો રોડ અને વાલ્મિકી સ્મશાન રોડ કામ પોતે કર્યું અને વેઠ ઉતારી ભ્રષ્ટાચાર કરવામાં વાલ્મિકી સમાજના સમશાનના કામને પણ બાકી ન મૂક્યુ ?

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે ત્યારે પાટડી નગરપાલિકા વોર્ડ નંબર-૦૪ના પૂર્વ ઉમેદવાર સવિતાબેન ગુણવંતભાઈ ચૌહાણને અનામત સિટ પરથી ઉમેદવારી નોંધાવી છે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી વખત અનામત સીટ પરથી સવિતાબેન ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે સવિતાબેન ચૌહાણ દ્વારા વર્ષો પહેલા પ્રથમ વખત બહુજન સમાજ પાર્ટી (BSP) તરફથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું પાંચ વર્ષ સુધીની કામગીરીની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર-૦૪ના વિસ્તારમાં કથિત રિવરફ્રન્ટનો રોડ પોતે જ પેટા કોન્ટ્રાક્ટ રાખી બનાવ્યો હતો જે થોડા જ મહિનામાં તૂટી ગયો હતો આટલું જ નહીં વાલ્મીકિ સમાજના સમ્શાન તરફનો 50% રોડ પણ પાટડી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને હાલના વોર્ડ નંબર-૦૫ના અનામત સીટના ઉમેદવાર સવિતાબેન ગુણવંતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષ દરમિયાન અનુસૂચિત જાતિ સમાજનું એક પણ કામ ન કરી શક્યા ઉપરાંત અનુસૂચિત જાતિની લાખોની ગ્રાન્ટ ક્યાં ? વાપરવામાં આવી છે તેનો પણ સભ્યને ખ્યાલ નહીં હોય માત્ર પોતાના સ્વાર્થ માટે ચૂંટણીઓ લડતા આવા સભ્યોને ભ્રષ્ટાચાર કરવાનું મોકળુ મેદાન મળતું હોય તેવો ઘાટ સર્જાયો છે ભ્રષ્ટાચાર કરવામાં વાલ્મિકી સમાજના સમ્શાનને પણ ન બક્ષતા આવા લોકો ચૂંટાઈ આવશે અને અનામત પર માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારા પર કામ કરતા અને કોન્ટ્રાક્ટ મેળવી પોતાનું ઘર ભરતા લોકો નગરસેવકના નામે ખિસ્સા ભરશે તેવી ચર્ચા હાલ નગરમાં થઈ રહી છે

કથિત રિવરફ્રન્ટમાં તપાસ થશે તો નામ ખુલવાની શક્યતા

પાટડી નગરપાલિકા દ્વારા ૭ કરોડના ખર્ચે કથિત રીવર ફ્રન્ટ બનાવવામાં આવ્યો છે જેમાં આરસીસી રોડની કામગીરી વોર્ડ નંબર-૦૪ના પૂર્વ સદસ્ય અને હાલના વોર્ડ નંબર-૦૫ના ઉમેદવાર સવિતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી થોડા જ મહિનાઓમાં રોડ તૂટી ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે જો ભ્રષ્ટાચાર સાબિત થશે તો તેમના વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે પોતાના વિસ્તારમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છતાં આ ખાડા કાન પણ કર્યા હતા અને પોતે લેવા ગઈ સમાજના નામે અનામતને એણે જવા દીધી ?

કોંગ્રેસ દ્વારા ફરી ભાવિકાબેન ચાવડાને ઉમેદવાર બનાવ્યા

કોંગ્રેસ દ્વારા ભાવિકાબેન રામજીભાઈ ચાવડાને વોર્ડ નંબર-૦૫મા અનામત સિટ પર ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામાં આવ્યું છે મહત્વનું છે કે ગત ચૂંટણીમાં પણ ભાવિકાબેન ચાવડા અને સવિતાબેન ચૌહાણ વચ્ચે ટક્કર રહી હતી અને થોડા જ મતોથી ભાવિકાબેન ચાવડાની હાર થઈ હતી જ્યારે આ વખતે વોર્ડ નંબર-૦૫માં અનુસૂચિત જાતિ સમાજના શિક્ષિત અને જાગૃત યુવાન મતદારો છે તો ભાજપના ભ્રષ્ટાચારીઓને સ્થાન મળે છે કે સ્પષ્ટ છબી ધરાવતા ઉમેદવારને ? તે જોવુ રહ્યું

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!