દસાડાના MLAને કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા થયા
વિકાસમાં અગ્રેસર રોડ,સ્કૂલ રૂમ,પંચાયત ઘર મંજૂર કરાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦ દસાડા વિધાનસભા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલ સ્થાનિક પી.કે.પરમારને ધારાસભ્ય તરીકેના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થતા ભાજપના કાર્યકરો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે દસાડાના ધારાસભ્ય પીકે.પરમાર દ્વારા આ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન અંતરિયાળ ગામોમાં રોડના કામો મંજૂર કરાવી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ હલ કરવામાં આવી છે ઉપરાંત રણકાંઠાના અંતરિયાળ ગામોમાં શિક્ષણને વેગ મળે તેના માટે સ્કૂલોની નવી બિલ્ડીંગ પણ મંજૂર કરાવવામાં આવી છે તથા પંચાયત ઘર પણ મંજુર કરાવવામાં આવ્યા છે દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા સ્થાનિક સમસ્યાને લઈ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવે છે કોંગ્રેસના દિગ્ગજ નૌશાદ સોલંકીને હરાવી આજથી ત્રણ વર્ષ પૂર્વે પી.કે.પરમાર દ્વારા વિધાનસભામાં શપથ લેવામાં આવ્યા હતા જેને કાર્યકરો દ્વારા યાદ કરવામાં આવી રહી છે અને જીત માટે રાત દિવસ મહેનત કરનાર કાર્યકરો આજે પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે


