સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારીનો પ્રશ્ન સૌથી વિકટ છે જેમાં ખાસ કરીને દસાડા તાલુકામાં બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે યુવાનો રોજગારી માટે ૧૦૦ કિલોમીટર દૂર અપડાઉન કરે છે દસાડાના વણોદ ખાતે જીઆઇડીસી બનાવવામાં આવી છે પરંતુ વર્ષોથી એક પણ યુનિટ શરૂ થયો નથી હજુ પણ જીઆઇડીસીનું કામ અધૂરું છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા પ્રાદેશિક કમિશનર જીઆઇડીસી વિભાગને સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી દસાડા તાલુકાના રાજપર ગામે સ્થાપવામાં આવે તેના માટે તજવીજ હાથ કરવામાં આવી છે જો રાજપર ગામે જીઆઇડીસી બનાવવામાં આવે તો પાટડી તથા આસપાસના ગામોના યુવાનોને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને બેરોજગારીનું પ્રમાણ ઓછુ થશે તથા ૧૦૦ કિલોમીટર દૂર જતા યુવાનો રાહતનો શ્વાસ લેશે પાટડીથી રાજપરનુ અંતર માત્ર ૪૦ કિલોમીટર છે


