પાટડી ભાજપનો ઝંડો લઈને ફરતા યુવાનોને લપડાક ?
મહીલા નેતાના પુત્રને બીજી નોકરી,અગાઉ પાટડી નગરપાલિકામાં નોકરી હતી
રેલી અને વિરોધ પ્રદર્શનમા તમારા યુવાનો ભવિષ્ય બગાડે અને નેતાઓના છોકરાઓ આરામદાયક નોકરી મેળવે

ગુજરાત ભરમાં યુવાનો ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવવા દોટ મુકતા હોય છે વધુ ભાગે અંતરિયાળ ગામડામાં રાજકીય પક્ષોના કારણે વિખવાદો પણ ઉભા થતા હોય છે છતાં યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે અને નેતાઓના લાડકવાયા દીકરાઓ જલસા કરતા જોવા મળે છે અને યુવાનો ઝંડો લઈને ફરી અને પોતાનો કિંમતી સમય અને વોટ રાજકીય પક્ષોને પાછળ વેડફે છે આવી જ સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેર અને ખારાપાટ વિસ્તારની છે અનેક યુવાનો બેરોજગાર છે જે લાયકાત પણ ધરાવે છે જ્યારે રાજકીય હોદ્દો ધરાવનારના પુત્ર ઘરે આરામ ફરમાવતા હોય છે અથવા ઉચ્ચ અભ્યાસ કરતા હોય છે પરંતુ તેમના માતા કે પિતા ઉચ્ચ હોદ્દો ધરાવતા હોય તેના જ આધારે કરાર આધારિત કે અન્ય નોકરીએ લેવામાં આવતા હોય છે તેવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન મકવાણાના પુત્રને દસાડા તાલુકાના પાટડી ખાતે આવેલ ICDS (આંગણવાડી)ની કચેરીમાં નોકરીએ લગાવી દેવામાં આવ્યો છે અગાઉ તેમનો પુત્ર પાટડી નગરપાલિકામાં નોકરી કરતો હતો જેને ત્યાં પગાર ઓછો હોવાથી ? બીજી નોકરી એટલે કે પાટડી ખાતે આવેલ ICDSની ઓફિસમાં લગાવી દેવામાં આવ્યો છે એક તરફ મોટી બહુમતી ધરાવતા હોય તેવા યુવાનો લાયકાત હોવા છતાં કાળી મજૂરી કરી પેટુયુ રળે છે અને બીજી તરફ રાજકીય આગેવાનોના દીકરાઓ ચપટી વગાડવા જેટલા સમયમાં નોકરીએ લાગી જાય છે ભલે નોકરી કરાર આધારિત હોય પરંતુ મોટો પગાર અને આરામદાયક નોકરી તેમને મળી રહે છે પાટડી શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈ અને બાઈકમાં 200 રૂપિયાનું પેટ્રોલ નાખી દે એટલે બાઈક રેલીમાં દોડી જતા શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આ એક લપડાક સમાન છે અનેક વખત વિરોધ પ્રદર્શનમાં પણ નેતાઓના દીકરાઓ ફરકતા પણ નથી હોતા અને નોકરીઓ તુરંત મળી જાય ? એટલે મોટી બહુમતી ધરાવતા યુવાનોએ હવે જાગવાની જરૂર છે નહીં તો તેમની પેઢી પણ બેરોજગાર થશે અને વ્યસનના દૂષણ તરફ વળશે પાટડી શહેર અને ખારાપાટમા શિક્ષિત યુવાનોએ હવે બદલાવ લાવવાની જરૂર છે અને પોતાની આત્માને એક પ્રશ્ન પણ કરવો જરૂરી છે કે ક્યાં સુધી આ જુજ લોકોની ગુલામી કરશો ?
સહકારી ક્ષેત્રમાં પણ રાજકીય આગેવાનના પુત્ર અથવા રાજકીય આગેવાનને મોટો પગાર
પાટડી શહેર સ્થિત સહકારી બેંક,સહકારી સંસ્થાઓમાં ભાજપનો દબદબો છે તેમાં પણ નેતાઓના પુત્ર અથવા નેતાઓ પોતે નોકરીઓ કરે છે જે લોકોને કોઈ ૧૦ હજાર પગાર પણ ન આપે ? તેઓ ૩૦,૦૦૦ હજારથી ઉપર પગાર મેળવે છે પાટડીના યુવાનો તમારે વિચારવાની જરૂર છે હવે ઉઘમાંથી જાગવાની જરૂર છે


