પાટડી ટાઉન બીટ કોન્સ્ટેબલે ખાકી લજવી ? 35 હજારનો તોડ કર્યો ?
બે માસ પૂર્વે પણ એક લાખનો વહીવટ કર્યો હતો ?
કોન્સ્ટેબલના પિતા કોંગ્રેસના આગેવાન હોવાથી પીઆઇને ભલામણ કરવા આવ્યા હોવાની પણ વાતો વહેતી થઈ

પાટડી પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાડાની સૂચનાથી થાણા અમલદાર કામગીરી કરી રહ્યા છે પરંતુ પોલીસ જવાન પોતાના ખિસ્સા ગરમ કરવા માટે અંદરખાને તોડ કરતા હોવાના નવારનવાર કિસ્સા સામે આવે છે ત્રણ મહિના પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમાં ગુનો દાખલ ન કરી એક લાખનો તોડ કર્યો હોવાની ચર્ચા હજુ સમી નથી ત્યાં પાટડી પોલીસ મથક ટાઉન બીટના વેલનાથ નગરમાં એક શખ્સને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યો હતો. જેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો પરંતુ આ જથ્થો ઓછો બતાડી ૩૫ હજારનો તોડ કરી લીધો હોવાની બાબત સામે આવતા ચારચાર મચી છે મળતી માહિતી મુજબ બે માસ પૂર્વે તોડ કરનાર કોન્સ્ટેબલ જ આમાં સામેલ હતો ? જેની પાટડી પીઆઇને જાણ થતા પીઆઇ દ્વારા આ કોન્સ્ટેબલને તાત્કાલિક પાટડી બીટમાંથી હટાવી દીધો છે અને વધુ કાર્યવાહી પણ કરવાના હોવાની વિગતો સામે આવી છે આ કોન્સ્ટેબલના પિતા રાજકીય આગેવાન હોવાથી તેનો ગેરલાભ લઈ અવારનવાર આવી પ્રવૃત્તિમાં કરે ત્યારે પિતાને ભલામણ કરવા માટે મોકલી દે છે કોન્સ્ટેબલે તેના પિતાને પાટડી પીઆઇ સમક્ષ મોકલ્યા હોવાની ભલામણ કરી હતી પરંતુ પીઆઇ દ્વારા કાયદેસરની કાર્યવાહી તો થશે જ અને હું કેટલી વખત આ કોન્સ્ટેબલને જવા દઉં ? વારંવાર ખાખીને દાગ લગાડે છે તેવુ પણ કહેવામાં આવ્યું હોવાની વાતો વહેતી થઈ છે પાટડીમાં ટાઉન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ અટકે તેના માટે પીઆઈ દ્વારા PSIને જવાબદારી સોંપાઈ છે પરંતુ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાના બદલે પોતાના ખિસ્સા ગરમ કરી ખાખીને બદનામ કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કેવા પગલા લેવામાં આવે છે તે જોવુ રહ્યુ


