Surendra Nagar
પાટડી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-૦૪ ખાતે ત્રણ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી
પાટડી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-૦૪ ખાતે ત્રણ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પાટડી-૦૪ મોડલ સ્કૂલની બાજુમાં બજાણા રોડ ખાતે હોસ્ટેલમાં રસોઈ બનાવવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં મુખ્ય રસોયા-૦૧, જેનું માનદ વેતન ૮,૦૦૦,મદદનીશ રસોયા-૦૨ જેનુ માનદ વેતન ૬,૦૦૦ આપવામાં આવશે ખાલી જગ્યા પર યોજાયેલ ભરતી પ્રક્રિયા માત્ર મહિલાઓની નિમણૂક કરવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારોને કસ્તુબા ગાંધી વિદ્યાલય પાટડી-૦૪ બજાણા રોડ ખાતે રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવી છે તાત્કાલિક જરૂયાત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નિમણૂક આપવામાં આવશે તેમ સંબંધિત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે

