રાજનગર ચોક પાસે ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
એલ.સી.બી. ઝોન-૨ની ચડાઈમાં રોકડ ₹૨૧,૦૩૦ નો મુદ્દામાલ કબ્જે
રાજકોટ, તા. ૨૭ ઓક્ટોબર:
રાજકોટ શહેર પોલીસની એલ.સી.બી. ઝોન-૨ ટીમે નાનામવા રોડ રાજનગર ચોક પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસએ કુલ ₹૨૧,૦૩૦ રોકડ રકમ અને જુગારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કાર્યવાહી પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, સહ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ અને ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ શ્રી હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
એ.એસ.આઇ. જે.વી. ગોહિલ અને એલ.સી.બી. ઝોન-૨ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી સૂત્રો પાસેથી માહિતી મળી કે નાનામવા રોડ રાજનગર ચોક રિક્ષા સ્ટેન્ડ પાસે કેટલાક લોકો જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા.
પકડાયેલા આરોપીઓના નામ
1. યુવરાજ દેવસિંહભાઈ ડોડિયા (ઉ. ૨૦, રાજનગર શેરી નં. ૪, રાજકોટ)
2. મકસદ અબ્બાસભાઈ કટારિયા (ઉ. ૨૯, ભીલવાસ શેરી નં. ૩, ગીરનાર ટોકીઝ પાછળ, રાજકોટ)
3. મકેશભાઈ નાથાભાઈ સોહીલીયા (ઉ. ૫૦, મેઘમાયાનગર, રાજકોટ)
4. બકુલભાઈ ઉર્ફે ભોડો બાલાભાઈ મહેતા (ઉ. ૪૧, ગોડાઉન રોડ, રાજકોટ)
5. બળવંતભાઈ ઉર્ફે મકુલુભાઈ ઘનશ્યામભાઈ રાજા (ઉ. ૫૧, ગાંધિગ્રામ, રાજકોટ)
કબ્જે કરાયેલ મુદ્દામાલ
રોકડ રૂપિયા ₹૨૧,૦૩૦/-
ઘોડીપાસાના ૨ સેટ
આ કામગીરીમાં એ.એસ.આઇ. જે.વી. ગોહિલ સાથે પોલીસ હેડકોન્સ્ટેબલ રાહુલભાઇ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વામિયા, જિતેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સામેલ રહ્યા હતા



