વિરમગામ શાલીગ્રામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને PMJAY આયુષ્યમાન કાર્ડની સારવાર આપવામાંથી સસ્પેન્ડ
વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આવેલ શાલીગ્રામ મલ્ટી સ્પેશ્યલ લીટી હોસ્પિટલને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપવામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે ફાયર એનઓસી પ્રમાણપત્ર જમા ન કરાવતા સસ્પેન્ડ કરવામાં આવી હોવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે
મળતી માહિતી મુજબ ૨૫/૦૬/૨૦૨૫ શાલીગ્રામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટરને સંબોધી એક પત્ર દ્વારા અધિક નિયામક ગાંધીનગર ડૉ. તૃપ્તિ દેસાઈ દ્વારા લેખિતમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જે.એ.વાય યોજના અંતર્ગત પરિવારોને કુટુંબ દિઠ 10 લાખ સુધી નિયત કરેલ પ્રાથમિક સેકન્ડરી તેમજ ટર્શરી બીમારીઓ માટે કેસલેસ સારવાર આપવામાં આવી છે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપતી હોસ્પિટલને ફાયર એનઓસી લેટર સંબધિત કચેરીએ જમા કરાવો ફરજિયાત છે છતાં વિરમગામ શાલીગ્રામ હોસ્પિટલ દ્વારા NOC લેટર જમા ન કરાવતા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ દર્દીને સારવાર આપવામાંથી શાલિગ્રામ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે વિરમગામ,માંડલ,દસાડા,દેત્રોજ સહિતના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે તેવો ઘાટ સર્જાઈ શકે છે