જુનાગઢ

‘મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ’, કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ

જુનાગઢ

Gopal Italia On Kanti Amrutiya: હાલમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જ વોર ચાલુ રહ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પ્રભાતપુરમાં એક સભાને સંબોધી હતી. જેમાં તેમણે પોતાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ રાજીનામા અંગે જવાબ આપતાં કહ્યું હતું કે સોમવારે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા પરંતુ રાજીનામું ન આપ્યું.

આગળ અમૃતિયાની ચેલેન્જ વિશે વાત કરતાં જણાવ્યું કે ‘મને વાંચતા, લખતા અને ચોરી પકડતા આવડે છે. ભાજપવાળાઓએ મુદ્દાને ભટકાવવા માટે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે છે. મેં કહ્યું જ નથી કે, હું રાજીનામું આપીશ.’ જે ગોપાલિયા ઇટાલિયાએ આખી સરકારને હરાવી તેમને કહેતા પણ શરમ નથી આવતી કે, ઇટાલિયા રાજીનામું આપશે.

એટલું જ નહી ભાજપવાળાઓએ મોરબીવાળી ઘટનામાં મારો નંબર વાયરલ કર્યો. સવારથી લગભગ 500થી વધુ ફોન કોલ આવ્યા છે, કેમ આવ્યા નહી. ફોન કરીને અપશબ્દો બોલે છે અને ગાળો આપવાનું ચાલુ કરી દે છે. તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દો અને મને ગાળો આપવા માટે ફોન કરે તે કેટલી વાજબી વાત છે? ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે એવું બોલ્યો જ નથી, મોરબીવાળાને કોઇ પૂછતું નથી? મને ખરાબ દર્શાવવા માટે ષડયંત્ર ચાલુ થયું છે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!