ગુજરાત
લોકમેળાની SOP સામે મેળા એસોસિએશને આવ્યું મેદાને

રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદુષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી. પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મીથી 18મી ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે.
એસોસિએશને વિરોધ નોંધાવ્યો
ત્યારે આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરાયો નથી. ત્યારે રાજકોટમાં લોકમેળાના SOP વિવાદ વચ્ચે ઓલ ગુજરાત મેળા એસોસિએશને મેળા વેલફેર એસોસિએશને સરકાર સામે બાંયો ચડાવી હતી. જેમાં ઓલ ગુજરાત મેળા એસોસિએશનના જણાવ્યા મુજબ ગુજરાતમાં જન્માષ્ટમીનો એક પણ મેળો યોજાશે નહીં. આ ફાઉન્ડેશનના મુદ્દે એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. જેમાં ખર્ચના કારણે ફાઉન્ડેશન શક્ય નથી અને રાઈડ્સનું બિલ માંગવામાં આવે છે તે અયોગ્ય હોઇ સરકાર SOP નહીં સુધારે તો રાજ્યના તમામ લોકમેળા રહેશે બંધ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. રાઇડ્સ સંચાલકોએ SOPનું પાલન કરવું જ પડશે તેવી બેવડી નીતિના કારણે સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. ગત વર્ષે પણ રાઇડ્સ વિના થયો હતો લોકમેળો અને આ વખતે લોકમેળાના આયોજન સમયે જ વિવાદ થયો છે.