જામનગરની દરેડ GIDCમાં કારખાનામાં બ્લાસ્ટ, વિકરાળ આગમાં મજૂરો દાઝ્યા,
જામનગરની દરેડ GIDCમાં કારખાનામાં બ્લાસ્ટ, વિકરાળ આગમાં મજૂરો દાઝ્યા,
જામનગરની દરેડ GIDCમાં કારખાનામાં બ્લાસ્ટ, વિકરાળ આગમાં મજૂરો દાઝ્યા
જામનગર જિલ્લામાં પડેલા દરેડ GIDC વિસ્તારમાં એક કેમિકલ કારખાનામાં ભયાનક બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કુલ 4 મજૂરો દાઝી ગયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, દાઝેલા મજૂરો પૈકી 3 મજૂરો સામાન્ય રીતે ઇજા પામ્યા છે, જ્યારે 1 મજૂર ગંભીર રીતે દાજયો છે. દુર્ઘટનાનું નુકસાન કેટલું થયું છે અને આગ લાગવાનું કારણ શું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ ફાયર ફાયટર પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવાયું હતું. તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતા જોતા તમામ ઘાયલ મજૂરોને તરત જ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર કાર્ય ચાલી રહ્યું છે.
હાલ તંત્ર દ્વારા સુરક્ષા દ્રષ્ટીએ કારખાનાની આસપાસના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે અને બાકીની કામગીરી શરૂ કરવામાં આવી છે.