Ahmedabad plane crash: શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશમાં એક મુસાફરને છોડીની તમામ યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ કાળનો કોળિયો બન્યા હતા. તેમના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે વિજય રુપાણીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અને તેમને સાંત્વના આપી હતી. આ દુઃખની ઘડીમાં તમામ લોકો તેમની સાથે છે. તેમ સીએમે જણાવ્યુ હતુ.
સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના મોત બાદ શોકનો માહોલ છે. સમગ્ર રાજકોટ શોક મગ્ન જોવા મળી રહ્યુ છે. ત્યારે પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપવા માટે શાળા સંચાલકોએ નિર્ણય કર્યો છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય છે કે, શનિવારે રાજકોટની ખાનગી શાળાઓ બંધ રહેશે. રાજકોટની 650થી વધારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શૈક્ષણિક કાર્ય બંધ રાખી પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રાજકોટમાં એક દિવસનો બંધ પાડવામાં આવશે. 1500 શિક્ષકો અને 2 લાખથી વધારે વિધાર્થીઓ શૈક્ષણિક કાર્ય બંધ રાખી દિવગંતોને શ્રદ્ધાંજલિ પાઠવશે.
અંતિમ યાત્રા પર સ્વજનો
અમદાવાદમાં થયેલી વિમાનની દુર્ઘટનામાં પરિવારને ગુમાવવાનું દુઃખ જીવનભર નહીં ભૂલાય. આ ફ્લાઇટે મોતની ઉડાન ભરી અને મુસાફરો અંતિમ યાત્રાએ નિકળી પડ્યા. વિમાનમાં બેસવું એ કોઇના માટે પ્રથમ અનુભવ હતો. તો કોઇના માટે પરિવાર સાથે મુલાકાતનો માર્ગ હતો. તો કોઇ પોતાના સપનાઓ સાચા કરવા માટે જઇ રહ્યા હતા. પરંતુ એર ઇન્ડિયાના પ્લેને ટેક ઓફના ક્ષણભર બાદ જ આનંદના માહોલને માતમમાં ફેરવ્યું હતુ. આ ફ્લાઇટ મુસાફરો માટે કાળનો કોળિયો બનીને આવી હતી.