AC ચલાવતી વખતે આ ફિચરનો યુઝ કરો, રૂમ એકદમ ઠંડો રહેશે અને લાઈટબીલ આવશે સાવ ઓછું
લાઇફ સ્ટાઇલ

AC Electricity Saving Tips: આજકાલ વાતાવરણ ડબલ જોવા મળી રહ્યું છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમી. જો કે, આવા વાતાવરણમાં પણ AC વગર ચાલતું નથી. આ માટે જ આ દિવસોમાં પણ એર કન્ડીશનર (AC)ની જરૂરિયાત વધી જાય છે. પરંતુ, સાથે જ લાઇટબિલનો માર પણ સહન કરવો પડે છે, જે ઘણી વખત ખિસ્સા પર ભાર પડે છે. જો તમે પણ ઈચ્છો છો કે ACની ઠંડકનો આનંદ માણો અને વીજળીનું બિલ પણ ઓછું આવે, તો ACમાં જ રહેલા આ ફીચરનો ઉપયોગ કરો, જેનાથી વીજળીના બિલને અડધું કરી શકો છો. ચાલો, તમને આ વિશે જણાવીએ.
સૌથી મહત્વની વાત એ છે કે ACને હંમેશા 24-26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરો. દરેક ડિગ્રી તાપમાન ઘટાડવાથી વીજળીની ખપત 6% સુધી વધી જાય છે. 24 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન આરામદાયક પણ હોય છે અને વીજળી પણ બચાવે છે.
તમારા ACની નિયમિત સર્વિસિંગ કરાવવી ખૂબ જ જરૂરી છે. ગંદા ફિલ્ટર અને કોઇલ ACની કૂલિંગ ક્ષમતા ઘટાડે છે, જેના કારણે કમ્પ્રેસરને વધુ કામ કરવું પડે છે અને વીજળી વધુ વપરાય છે. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર સર્વિસિંગ જરૂર કરાવવી.
જ્યારે પણ AC ચલાવો ત્યારે રૂમની બધી બારીઓ અને દરવાજા સારી રીતે બંધ કરી દો. પડદાનો ઉપયોગ કરો જેથી સૂર્યનો સીધો પ્રકાશ રૂમમાં ન આવે. આથી, રૂમ ઝડપથી ઠંડો થશે અને ACને વારંવાર ચાલુ કરવાની જરૂર નહીં પડે.
તમારા ACમાં ટાઈમર ફીચરનો ઉપયોગ કરી શકો છો. તમે રાત્રે સૂતા પહેલા ટાઈમર સેટ કરી શકો છો જેથી થોડા કલાકો પછી AC આપમેળે બંધ થઈ જાય. આથી, તમે જરૂરથી વધુ સમય સુધી AC ચલાવવાથી બચશો અને વીજળી બચશે.
જો તમે નવું AC ખરીદવાની વિચારણા કરી રહ્યા છો, તો ઇન્વર્ટર ACને પ્રાથમિકતા આપો. ઇન્વર્ટર AC સામાન્ય ACની તુલનામાં ઓછી વીજળી વાપરે છે, કારણ કે તે કમ્પ્રેસરની સ્પીડને રૂમના તાપમાન મુજબ એડજસ્ટ કરે છે.