ગુજરાત
કડી-વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કઈ બેઠક પર કેટલું મતદાન
કડી-વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કઈ બેઠક પર કેટલું મતદાન
કડી-વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કઈ બેઠક પર કેટલું મતદાન
ગુજરાતની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠકનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. કડી બેઠક માટે 64 ટકા મતદાન થયું છે જ્યારે વિસાવદર બેઠક માટે 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે આગામી 23 જૂનના મતગતરી સાથે જ બંને બેઠકોનું પરિણામ જાહેર થશે.
વિસાવદરમાં 297 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં 297 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 1884 કર્મચારીઓ મતદાન પ્રક્રિયા માટે તૈનાથ કરવામાં આવ્યા હતા, સવારથી જ મતદાન કરવા માટે લાંબી લાઇનો લાગી હતી, શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.