રાજકોટ
ગુજરાતમાં 13 IAS અધિકારીની બદલી, રાજકોટ કલેકટર – જૂનાગઢ મ્યુ. કમિ. બદલાયા ગુજરાત સરકારે આજે મોડી સાંજે, રાજકોટના જિલ્લા કલેકટર અને જૂનાગઢના મ્યિનિસિપલ કમિશનર સહીત 13 સનદી અધિકારીની બદલીના આદેશ કર્યા છે.
રાજકોટના જિલ્લા કલેકટર અને જૂનાગઢના મ્યિનિસિપલ કમિશનર સહીત 13 સનદી અધિકારીની બદલીના આદેશ કર્યા છે.
ગુજરાત સરકારે આજે મોડી સાંજે, રાજકોટના જિલ્લા કલેકટર અને જૂનાગઢના મ્યિનિસિપલ કમિશનર સહીત 13 સનદી અધિકારીની બદલીના આદેશ કર્યા છે. જેમાં શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની પણ બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમારના સ્થાને, અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલ એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે.
રમેશચંદ્ર મીનાની બદલી પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકે કરવામાં આવી છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો અશ્વિની કુમાર પાસે હતો. અશ્વિનીકુમાર પાસે સંસદીય બાબતોનો વધારાનો હવાલો બીજો આદેશ ના થાય ત્યા સુધી યથાવત રહેશે.
મીલિંદ તોરવણેને પંચાયત વિભાગના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે મીલિંદ તોરવણેની બદલી આ વિભાગમાં કરવામાં આવી છે.