કાઠીયાવાડી tales 30 મે થી સિનેમા ઘરોમાં રિલીઝ
એક સંઘર્ષ લાગણીઓ તેમજ સંસ્કૃતિ થી ભરપૂર ફિલ્મ કાઠીયાવાડી tales 30 મે થી સિનેમા ઘરોમાં રિલીઝ એરીસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત ત્રણ અલગ કથાઓનો સમૂહ. તારીખ 30 મે 2025 ના રોજ ગુજરાતના સિનેમા ઘરોમાં સંઘર્ષ, લાગણીઓ તેમજ કાઠીયાવાડી સંસ્કૃતિથી ભરપૂર ફિલ્મ કાઠીયાવાડી ટેલ્સ રિલીઝ થઈ રહ્યું છે. આ માત્ર ફિલ્મ નથી આપણા સમાજ સામે પોતાની જાતને ઓળખવાની એક યાત્રા છે. આ ફિલ્મ ત્રણ અલગ અલગ કથાઓનું સમૂહ છે. જેમાં આ ત્રણ કથાઓ દ્વારા સંઘર્ષ, લાગણી તેમજ સંસ્કૃતિ ભરેલું સાહિત્ય દર્શાવવામાં આવેલ છે. પ્રથમ કથાની વાત કરીએ તો આ કથા પાર્થ તેમજ ધારા નામના કિરદારની છે. જેમાં આ બંને પોતાના પ્રેમ માટે સમાજના બંધનો તોડે છે. જેનો વિરોધ તેનો ભાઈ વિરાજ કરે છે જેની પ્રતિષ્ઠા આ બાબતે દાવ ઉપર લાગે છે.બીજી વાર્તા છે મેરી નામની એક એનઆરઆઈ યુવતીની છે જે વિદેશથી પોતાના પિતાની શોધવા કાઠીયાવાડ આવે છે. જેના પિતા સમગ્ર ગ્રામજનો ને લૂંટીને નાસી ગયા છે. જેના સહારે શ્યામ નામનો એક રિક્ષાવાળો આવે છે જે તેની સાથે ભૂતકાળથી જોડાયેલો છે. ત્રીજી વાર્તામાં અભિમન્યુ નામનો એક બિઝનેસ ટાઈકુન નો દીકરો છે. જેને પોતાના બિઝનેસ કરતા ચિત્રકાર બનવામાં વધુ રુચિ છે.
આ ત્રણેય વાર્તાઓને ખૂબ જ સુંદર રીતે કંડારી કાઠીયાવાડી રીતે રજૂ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ કલાકારો તરીકે આકાશ ત્રિવેદી ( RJ ) જે શ્યામ તરીકે રજૂ થયેલ છે, મેરી તરીકે દિશા માનવાણી, અભિમન્યુ તરીકે મિશેલ ત્રિવેદી, પાર્થ તરીકે દર્શન સોની, ધારા તરીકે નિવેદિતા મુખી, વિરાજ તરીકે વિરાજ પાટડીયા દ્વારા અભિનિત કરવામાં આવેલ છે.આ ફિલ્મના દિગ્દર્શક અભિષેક મનોજભાઈ પંડ્યા પ્રોડ્યુસર તરીકે રેખાબેન તેમજ કોમલબેન મંગરોળીયા તેમજ રીસેટ એન્ટરટેનમેન્ટ લિમિટેડ દ્વારા આ ફિલ્મનું પ્રોડક્શન કરવામાં આવેલ છે..આ ફિલ્મનું કોસ્ચ્યુમ મેનેજમેન્ટ ખુશી ગોસ્વામી દ્વારા જાનવી ગોસ્વામીના સહકારથી કરેલ છે. નૃત્ય નિર્દેશન કુલદીપસિંહ રાજપુત. માર્કેટિંગ એન્ડ પબ્લિસિટી હેમાંગ મહેતા તેમજ મેકઅપ હિમાંશુ પદલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારોની સાથે ગૌતમ દવે, ઝંખના ભટ્ટ, વિશ્વજીત જાડેજા, ભાવિતા જેઠવા, મહેશ કોટેચા, મીત કોટેચા, દીપશા પટેલ, અધ્વેત અંતાણી, નિશા પૌન દ્વારા પણ અભિનય કરવામાં આવેલ છે. આજરોજ આપના મીડિયા હાઉસ ની મુલાકાતે આવનાર વિરજ પાટડીયા ની વાત કરીએ તો તેઓ આ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. તેવો મૂળ ચરાડવા ગામના છે. તેમના દાદાને ફિલ્મ જગત પ્રત્યે ખૂબ જ રુચિ હોવાના કારણે તેમના દાદા પાસે વિરાજ પાટડીયાને ફિલ્મ જગત પ્રત્યે ખૂબ જ આકર્ષણ જાગ્યું હતું. નાનપણથી તેઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો નિશ્ચય કરી લીધેલ હતો. તેમની શાળાના અભ્યાસ દરમિયાન તેઓએ ડાન્સ તેમજ ડ્રામામાં ભાગ લેવાનું શરૂ કરેલ. તેઓના માધ્યમિક શિક્ષણ દરમ્યાન તેમણે ગુજરાતી ફિલ્મ સંત બાલકદાસ માં જુનિયર લીડ રોલ તરીકે કામ મળ્યું. ત્યારબાદ તેઓએ અમદાવાદ તેમજ મુંબઈ જેવા શહેરોમાં એક્ટિંગનો અનુભવ લીધેલ. તેમનો સફર એક સ્પોટ બોયથી શરૂ થયેલ અને ત્યારબાદ એક વેબ સિરીઝમાં તેમને બ્રેક મળેલ. છેલ્લી ચા નામની વેબ સીરીઝ જેની સીઝન એક તેમજ બે પેરિસ, ઈટલી તેમજ સિંગાપોરના કાર્નિવલમાં વિનર થયેલ. આ સીરીઝમાં લીડ હીરો તરીકે વિરાજ ભાઈ એ કામ કરેલ હતું. તેમની આવનાર મુવી કાઠીયાવાડી ટેલ્સ મા તેઓએ પ્રથમ વખત વિલનનો રોલ કરેલ છે આ મુવી દરેક કાઠીયાવાડી જોવું જોઈએ તેવું તેમનું માનવું છે. તેઓ નાનપણથી શાહરુખ ખાન, વિજય સેતુપતિ જેવા કલાકારોથી ખૂબ જ પ્રેરિત છે. ખાસ કરીને જ્યારે તેમનો તેમજ શાહરુખ ખાનનો જન્મદિવસ એક જ દિવસે છે. તેઓએ કાઠીયાવાડી જનતાને 30 મે ના રોજ રિલીઝ થતી કાઠીયાવાડી ટેલ્સ ફિલ્મ જોવા માટે તેમજ કાઠીયાવાડી ના રંગમાં રંગાઈ જવા માટે આમંત્રિત કરેલ છે.