
સાબરમતી નહેરના કિનારે ભારતીય સેના, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની સંયુક્ત ભાગીદારી સાથે બહુ-એજન્સી માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR-Humanitarian Assistance and Disaster Relief) કવાયત યોજાઈ રહી છે. આ એક્સરસાઇઝ એટલા માટે કરવામાં આવી રહી છે કે કુદરતી આપદા અને સ્થિતિમાં NDRF, SDRF, NCC, gujarat police, indian army આ એજન્સીઓને એકબીજા સાથે કઈ રીતે સંકલન કરી શકે. તેમજ આ બધી એજન્સીઓને એક બીજાની કામ કરવાની પદ્ધતિ ખબર પડે. આપત્તિના સમયમાં આ એજન્સીઓ પરેફેક્ટ એકબીજા સાથે ખભે ખભો મેળવીને કામ કરી શકે તે માટે આ HADR એક્સરસાઇઝ આયોજિત કરવામાં આવી છે. ઈન્ડિયન આર્મી દ્વારા આયોજિત આ એક્સરસાઇઝને વરસાદ સિવાય ની પણ અન્ય આપત્તિઓ વખતની સ્થિતિને પોહચી વળવા માટેના સમયની મહત્વની ગણવામાં આવે છે.