MI vs PBKS Qualifier 2 : આઈપીએલ 2025 ક્વોલિફાયર-2, પંજાબ વિ મુંબઈ વચ્ચે ફાઇનલમાં પહોંચવા જંગ
રમત

IPL 2025 Qualifier 2 Mumbai Indians vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025 ક્વોલિફાયર-2 મુકાબલામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 1 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમ માટે કરો યા મરોનો જંગ છે. જે ટીમ હારશે તેના અભિયાનનો અંત આવશે. જ્યારે વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. જેનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 3 જૂને થશે.
આઈપીએલ 2025માં બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન
આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ 15 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બીજી તરફ મુંબઈ 15 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. મુંબઈ એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે વિજય મેળવી ક્વોલિફાર-2માં પહોંચ્યું છે. બીજી તરફ પંજાબનો ક્વોલિફાયર-1માં આરસીબી સામે પરાજય થયો હતો. આઈપીએલમાં 2025માં પંજાબ અને મુંબઈ વચ્ચે 1 મેચ રમાઇ છે અને જેમાં પંજાબનો વિજય થયો હતો.
પંજાબ કિંગ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં મુંબઈનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 230 અને લોએસ્ટ સ્કોર 119 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 87 રન છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, યુઝવેન્દ્ર ચહલ, કાયલે જેમિસન, અર્શદીપ સિંહ
મુંબઈ ઈન્ડિયન્સ : જોની બેરિસ્ટો રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ચરિત અસાલંકા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.