CDS ના ઇન્ટરવ્યૂ પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – ગુમરાહ કરી રહી છે સરકાર, એક્સપર્ટ કમિટી કારગિલની જેમ કરે રિવ્યૂ
ટોચના સમાચાર

Kharge Target Modi Government: સીડીએસ અનિલ ચૌહાણે સિંગાપુરમાં આપેલા ઇન્ટરવ્યૂ બાદ ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ માંગ કરી છે કે સ્વતંત્ર નિષ્ણાતોની એક ટીમ દ્વારા રિવ્યૂ કરવું જોઈએ.
મલ્લિકાર્જુન ખડગેએ તીખા સવાલો પૂછ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું કે સિંગાપોરમાં સીડીએસે આપેલા ઇન્ટરવ્યૂ બાદ કેટલાક મહત્વના સવાલો ઊભા થાય છે, જેનો જવાબ મળવો જોઇએ. આ પ્રશ્નોના જવાબ ત્યારે જ મળી શકે છે જ્યારે ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. મોદી સરકારે આ દેશને ગેરમાર્ગે દોર્યો છે. પરંતુ ધુમ્મસ હવે હટી રહી છે. આપણા પાઇલટ્સે દુશ્મનનો સામનો કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આપણને થોડું નુકસાન સહન કરવું પડ્યું હતું પરંતુ આપણા પાઇલટ્સ સલામત રહ્યા.

સીડીએસના ઇન્ટરવ્યૂ અનુસાર અમે કેટલીક ભૂલોમાંથી શીખ્યા, તેમાં સુધાર્યા કર્યો અને પછી બે દિવસ પછી ફાઇટર જેટ ઉડાન ભરી. અમે તેમની બહાદુરીને સલામ કરીએ છીએ. પરંતુ એક વિગતવાર સમીક્ષા થાય એ સમયની જરૂરિયાત છે.