ગુજરાત

ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, તાપમાન 42 ડિગ્રી

GUJARAT

Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ, ગુજરાત વરસાદ : ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં એક તરફ ગરમી વધી તો બીજી તરફ વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર થયું છે. બીજી તરફ રાજ્યા મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રાજ્યમાં ક્યાં વરસાદની આગાહી કરી

ઉનાળામાં હવામાન વિભાગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાગની આગાહી કરી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સેમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર ગયું છે. રાજ્યમાં 33 ડિગ્રીથી લઈને 42.1 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે દ્વારકામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 39.0 28.5
ડીસા 37.7 27.8
ગાંધીનગર 38.7 28.4
વિદ્યાનગર 37.1 26.8
વડોદરા 36.0 28.6
સુરત 33.8 29.0
વલસાડ
દમણ 34.4 29.2
ભૂજ 39.3 28.0
નલિયા 36.2 28.4
કંડલા પોર્ટ 35.8 29.3
કંડલા એરપોર્ટ 41.1 28.7
અમરેલી 39.3 26.6
ભાવનગર 40.0 28.4
દ્વારકા 33.0 29.0
ઓખા 34.4 29.6
પોરબંદર 35.1 28.4
રાજકોટ 42.1 26.9
વેરાવળ 33.4 29.2
દીવ 33.6 29.0
સુરેન્દ્રનગર 41.8 29.0
મહુવા 33.4 27.5
કેશોદ 35.8 28.3

ચોમાસું ક્યારે આવશે?

દેશમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. ચોમાસું હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી આગામી એક કે બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાંની સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.

હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલો વરસાદ પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે. આ પૂર્વ-ચોમાસાના વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં, વાતાવરણ ધીમે-ધીમે ખુલશે અને સૂર્ય ઉગવાની સાથે તાપમાન પણ વધશે. તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!