અનુસૂચિત યુવકની હત્યા બાદ રોષ, 4 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
અનુસૂચિત યુવકની હત્યા બાદ રોષ, 4 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
અમરેલી જિલ્લાના લાઠીના જરખીયા ગામના અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમરેલીના લાઠીનો અનુસૂચિત જાતિનો યુવાન સાવરકુંડલા બાયપાસ પાસે આવેલ દ્વારકાધીશ દુકાને નમકીન લેવા માટે ગયો હતો. જે દરમિયાને કેટલાક ઈસમો સાથે તેની માથાકૂટ થઈ હતી. જે બાદ જખરીયા ગામના યુવકની હત્યા કરી દેવાઈ હતી. જેના લીધે દલિત સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે દલિત સમાજે પ્રશાસન સામે ન્યાયની માંગણી કરી હતી. મળતી માહિતી મુજબ અમરેલીના જખરીયા ગામનો યુવાન સાવરકુંડલા બાયપાસ પાસે આવેલા દ્વારકાધીશ દુકાને નમકીન લેવા ગયેલ.જે દરમિયાને તેને કેટલાક લોકો સાથે મારામારી થઈ હતી. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.તેથી તેના તાત્કાલિક ધોરણે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન નિલેશ રાઠોડનું મોત નિપજ્યું હતુ. જેથી પીડિતનો પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે અને તેના પરિજનો રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ન્યાય મળે તેવી ગુહાર લગાવી રહ્યા છે.અમરેલીમાં થયેલી અનુસૂચિત યુવકની હત્યાને પગલે અમરેલી અનુસૂચિત સમાજના લોકો પીડિત પરિવારને ન્યાય આપવા માટે કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા. તેમજ લોકોએ ન્યાય માટે આંદોલન કરવાની તૈયારી દેખાડી છે. ત્યારે 4થી 5 લોકોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. 4થી 5 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને લોકોને બચાવી લીધા હતા. હાલ કલેક્ટર કચેરીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.