સુરેન્દ્રનગર ત્રિમંદિર હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન; મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ત્રિમંદિર હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન; મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર હેલિપેડ, સુરેન્દ્રનગર ખાતે પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું હેલિપેડ ખાતે આગમન થતાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું
આ તકે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટસિંહ રાણા, શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પરસોતમભાઈ પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી આઈ. કે. જાડેજા, શ્રી વર્ષાબેન દોશી સહિતના અગ્રણીશ્રીઓ તેમજ જિલ્લા કલેકટર શ્રી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, રેન્જ આઈ. જી. શ્રી અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, સહિતના વરિષ્ઠ અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પગુચ્છ થકી મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું.