પાટડી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી રાજરાજેશ્વરી -11નો ભવ્ય વિજય
ક્રિકેટ ટુર્નામેન્ટ

પાટડી શ્રી સૂરજમલજી હાઈસ્કુલ માં ભારતીય જનતા પાર્ટી આયોજિત સામાજિક સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૨૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય ના ગૃહ રાજ્ય,અને રમત ગમત વિભાગ નાં મંત્રી હર્ષ ભાઈ સંઘવી ના હસ્તે ખૂલ્લી મૂકવા માં આવેલ.જેમાં કુલ ૬૪ ટીમો એ ભાગ લીધો હતો.તમામ મેચ નાં અંતે ફાઈનલ રાઉન્ડ માં શ્રી રાજરાજેશ્વરી ઇલેવન ટીમ અને શ્રી રામ આર.ડી.ઇલેવન વચ્ચે મુકાબલો થતાં શ્રી રાજ રાજેશ્વરી ઇલેવન ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમ ને ધારાસભ્ય પી.કે.પરમાર,જિલ્લા ભાજપ નાં પૂર્વ પ્રમુખ સહિત નાં આગેવાનો ના હસ્તે ટ્રોફી તેમજ પુરસ્કાર રૂ.૧,૫૦,૦૦૦/ તેમજ રનર્સઅપ ટીમ ને ટ્રોફી તેમજ રૂ.૫૦,૦૦૦/ ની રકમ આપવામાં આવી હતી.બંને ફાઈનલ ની ટીમો દ્વારા પુરસ્કાર ની તમામ રકમ ટુર્નામેન્ટ આયોજન માં આપવાની જાહેરાત કરતાં બંને ટીમો અને ટીમો ના કેપ્ટનો નો ટુર્નામેન્ટ આયોજકો એ આભાર વ્યક્ત કર્યો હતો. મેન ઓફ ધી સિરીઝ થયેલ ખેલાડી ને રૂ.૧૧,૦૦૦/- તેમજ મેન ઓફ ધી મેચ થયેલ ખેલાડી ઓ ને રૂ.૫૧૦૦/- પુરસ્કાર આપવા માં આવ્યા હતાં.ફાઈનલ મેચ જોવા પાટડી સહિત તાલુકા ના ગામો માંથી હજજારો ની સંખ્યા માં ક્રિકેટ રસિકો ઉમટી પડતાં મેદાન ખીચો ખીચ ભરાઈ ગયું હતું.ટુર્નામેન્ટ માં સહયોગી સ્વયં સેવકો,કોમેન્ટેટરો નું આયોજકો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું હતું.ટુર્નામેન્ટ માં અનેક સહયોગીઓ દ્વારા માતબર રકમ આપનાર તમામ નો પણ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર ટુર્નામેન્ટ માં ધારાસભ્ય પી.કે.પરમાર,જિલ્લા ભાજપ નાં પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, પૂર્વ નગર પાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દેસાઈ,નગર પાલિકા ઉપ પ્રમુખ હિતેશભાઈ રાવલ,પાટડી ભાજપ શહેર પ્રમુખ વિરલભાઈ સોની,મહામંત્રી પ્રતીકભાઇ પાલીયા,ભરતભાઈ પરમાર સહિત અનેક ભાજપ નાં આગેવાનો સતત હાજર રહી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.